પરી ક્લિનિક ઉપર પહોંચીને તરત જ પોતાની મોમને મળવા માટે તેના રૂમમાં પ્રવેશી...તેણે માધુરીને એક મીઠું આલિંગન આપ્યું અને પછી તેનો હાથ પોતાના હાથમાં રાખીને તેને પંપાળતાં પંપાળતાં પોતાની મોમ સાથે વાતો કરવા લાગી કે, "શું કરે છે તું પણ મોમ, મારી સાથે બોલતી નથી ચાલતી નથી, મારી સાથે રિસાઈ ગઈ છે, મારે તારી સાથે કેટલી બધી વાતો કરવી છે પણ તું કંઈ બોલે તો મને ખબર પડે ને..??"અને પોતાની મોમ કંઈ પ્રત્યુતર આપે છે કે નહીં તેમ તેની સામે એકીટશે જોઈ રહી...એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી...હવે આગળ...સમીરનો ફોન હતો.."બોલ મજામાં? શું કરે છે? નો કોલ, નો મેસેજ..""બસ, જો ક્લિનિક