નારદ પુરાણ - ભાગ 48

  • 340
  • 98

સનત્કુમારે આગળ કહ્યું, “વિદ્વાન પુરુષે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી નિત્યકર્મથી પરવારી પોતાના ગુરુદેવને નમસ્કાર કરવા-ત્યારપછી પાદુકામંત્રનો દસવાર જપ અને સમર્પણ કરી ગુરુદેવને ફરીથી પ્રણામ કરી તેમનું સ્તવન કરવું.         પછી મૂલાધારથી બ્રહ્મરંધ્ર સુધી મૂલવિદ્યાનું ચિંતન કરવું. મૂલાધારથી નિમ્ન ભાગમાં ગોળાકાર વાયુમંડળ છે, તેમાં વાયુનું બીજ ‘ય’ કાર સ્થિત છે, તે બીજથી વાયુ વહી રહ્યો છે. તેનાથી ઉપર અગ્નિનું ત્રિકોણમંડળ છે, તેમાં રહેલા અગ્નિના બીજ ‘ર’ કારમાંથી અગ્નિ પ્રકટી રહ્યો છે. ઉક્ત વાયુ અને અગ્નિની સાથે મૂલાધારમાં સ્થિત શરીરવાળી કૂલકુંડલીનીનું ધ્યાન કરવું. એ સૂતેલા સર્પ સમાન આકારવાળી છે. તે પોતે ભૂલિંગને વીંટળાઈને સૂતેલી છે. જોવામાં તે કમળની નાલ જેવી જણાય છે. તે અત્યંત