ભોજનનીતાબેન અરીસામાં જોઈ પોતાની સાડીનો પલ્લું ખભા પરથી નીચે ઉતરી ના જાય એટલે પિન ભરાવી રહ્યા છે. કપાળમાં લગાવેલી બિંદીને બરાબર મધ્યમાં આવે તેમ વારેઘડીયે ઉખાડીને ચોંટાડી રહ્યા છે. ખબર નહી કેટલા વર્ષ પછી આટલો સમય અરીસા સામે પસાર કરી રહ્યાં છે.ત્યાં જ ઘરનો ડોરબેલ વાગે છે. નીતાબેન ડોરબેલનો રણકાર સાંભળતા જ ઝડપથી દોડીને દરવાજો ખોલે છે. સામે બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટમાં કેવિન હાથમાં કંઈક લઈને ઉભો છે."આવ... શું છે આ હાથમાં?" કેવિનનાં હાથમાં બે બોક્સ છે. જે જોઈને નીતાબેન આશ્ચર્યચકિત થઈને બોલે છે." પહેલા તો કોંગ્રેચૂલેસન." કેવિન બન્ને બોક્સ ટિપોઈ પર મૂકી. નીતાબેનને પહેલીવાર ગળે મળીને અભિનંદન પાઠવે