ખજાનો - 90

  • 2.1k
  • 1
  • 1.4k

"મારો મિત્ર ટાંઝાનિયામાં જ છે, પરંતુ તે દાર એશ સલામથી આશરે 190 થી 200 કિલોમીટર દૂર જંગલમાં રહે છે. જંગલની પ્રવૃત્તિઓ કરે છે અને જંગલી પ્રાણીઓનો મોટો વેપારી છે. અહીંથી તે ઘણો દૂર છે એટલે દૂર પહોંચવું કઠિન છે. તું જોઈ શકે છે કે અહીંથી કોઈ પાકો માર્ગ પણ દેખાતો નથી. જઈએ તો કયા માર્ગે જઈએ..? ચાલતા જઈશું તો ઘણો સમય બરબાદ થઈ જશે..!" લિઝા અને અબ્દુલ્લાહીજી વાતો કરી રહ્યા હતા, ત્યારે ખુલ્લી જીપમાં બે યુવાનો અને એક યુવતી મસ્તી કરતા કરતા આવી રહ્યા હતા. તેઓને જોઈને જોનીએ તરત તેમને રોક્યા." હેલો મિત્રો..! અમે આ પ્રદેશથી સાવ અજાણ છીએ. અમને