ખજાનો - 90 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 90

"મારો મિત્ર ટાંઝાનિયામાં જ છે, પરંતુ તે દાર એશ સલામથી આશરે 190 થી 200 કિલોમીટર દૂર જંગલમાં રહે છે. જંગલની પ્રવૃત્તિઓ કરે છે અને જંગલી પ્રાણીઓનો મોટો વેપારી છે. અહીંથી તે ઘણો દૂર છે એટલે દૂર પહોંચવું કઠિન છે. તું જોઈ શકે છે કે અહીંથી કોઈ પાકો માર્ગ પણ દેખાતો નથી. જઈએ તો કયા માર્ગે જઈએ..? ચાલતા જઈશું તો ઘણો સમય બરબાદ થઈ જશે..!" લિઝા અને અબ્દુલ્લાહીજી વાતો કરી રહ્યા હતા, ત્યારે ખુલ્લી જીપમાં બે યુવાનો અને એક યુવતી મસ્તી કરતા કરતા આવી રહ્યા હતા. તેઓને જોઈને જોનીએ તરત તેમને રોક્યા.

" હેલો મિત્રો..! અમે આ પ્રદેશથી સાવ અજાણ છીએ. અમને તમારી મદદની જરૂર છે. તમે અમારી મદદ કરશો..?"  ખૂબ જ વિનમ્રતાથી જોનીએ તે યુવાન અને મસ્તીખોર ટોળકીને પૂછ્યું. તે ત્રણેય યુવાનોએ જોનીની કોઈ વાતને લક્ષમાં ન લીધી, પણ આગળ જઈને અચાનક બ્રેક મારી તેમણે ગાડી રોકી.

" હે..ગાયઝ વોટસ પ્રોબ્લમ...?" ટીખળ કરતાં એક યુવાને પૂછ્યું.

"અમારે માડાગાસ્કર જવું છે.પણ અમારી પાસે સ્ટીમરના.." જૉની બોલતા બોલતા અટકી ગયો.

" બોલને જૉની..! કેમ ચૂપ થઈ જાય છે..?  ભાઈ અમારે માડાગાસ્કર જવું છે પરંતુ સ્ટીમરના ભાડાના પૈસા નથી. અમારુ પોતાનું જહાજ હતું, પરંતુ સળગી ગયું છે. પ્લીઝ થોડી હેલ્પ કરી તો.. તો.. તમારી ઘણી મહેરબાની..!" સુશ્રુતે સીધી રીતે જે હતું તે હકીકત કહી દીધી.

" આ કેટલો મજાકિયો માણસ લાગે છે..! મને તો તેને જોઈને જ હસી છૂટી જાય છે" સુશ્રુતને જોઈને અને તેની વાતો સાંભળીને જોર જોરથી હસતા તે યુવતીએ કહ્યું. તે યુવતીના આવા વ્યવહારથી સુશ્રુત થોડો ભોંઠો પડ્યો. તે ચૂપચાપ ઊભો રહી ગયો અને જોનીની સામે જોવા લાગ્યો.

કોઈની પાસે આ રીતે નાણાકીય મદદ માગવી શરમજનક તો છે જ પરંતુ જ્યારે સામેની વ્યક્તિ ટીખળ કરે છે અને તેની હાસી ઉડાડે છે ત્યારે સૌથી વધારે દુઃખ લાગે છે. મજબૂરી સામે માણસ પોતાનું સ્વમાન પણ ગુમાવી દે છે તે વાસ્તવિકતાનો ખ્યાલ આજે સુશ્રુત અને જોની બંનેને થઈ રહ્યો હતો. તે યુવાનોના ટીખળભર્યા વ્યવહારથી દુઃખી થઈ સુશ્રુત અને જોની પાછા ફર્યા. બંને લિઝા અને અબ્દુલ્લાહીજી પાસે આવીને ઉતરેલું મોઢું કરીને બેસી ગયા.

"જો કોઈપણ રીતે આપણને જંગલ સુધી પહોંચવા માટેની લિફ્ટ મળી જાય તો આપણું કામ આગળ વધી શકે છે.200 કિલોમીટર સુધીનું અંતર ચાલીને તો કાપી શકાય તેમ નથી કેમકે એમાં આપણો સમય ખૂબ જશે અને એક સામટું ચાલતાં આપણે થાકી જઈશું. આથી એકમાત્ર ઉપાય છે કે કોઈ આપણને જંગલ સુધી પહોંચાડી દે." અબ્દુલ્લાહીજી લિઝાને કહી રહ્યા હતા. આ વાત સુશ્રુત અને જૉનીએ પણ સાંભળી.

" મિત્રો મને એવું લાગે છે કે આપણે તે લોકોની મદદ કરવી જોઈએ. તે યુવતી.. જે થોડીવાર પહેલા હસી રહી હતી તેને જોનીનો દયામણો ચહેરો જોઈ દયા આવી. તેનું મન બદલાઈ ગયું અને તેણે પોતાના બંને મિત્રોને મદદ કરવાની વાત કરી.

" તેઓની મદદ કરવાથી આપણને શું મળશે..?" એક યુવાને પૂછ્યું.

" તારે શું જોઇએ છે..? જે જોઈતું હોય તે તું વિચારી રાખ. હું તેઓને આપણી પાસે બોલાવું છું." તે યુવતીએ કહ્યું. તેણે જોની તરફ હાથ ઊંચો કરી ઇશારો કરી પોતાની તરફ બોલાવવા લાગી.

"તેઓ આપણને બોલાવી રહ્યા છે..!" આટલું કહી જોની જીપ તરફ દોડ્યો. પાછળ સુશ્રુત અને હર્ષિત પણ ભાગ્યા.

"તમારે કેટલા નાણાની મદદ જોઈએ છે..?" તે યુવતીએ પૂછ્યું.

"હવે નાણાં નથી જોઈતાં..!" સુશ્રુત બોલ્યો.

"તો શું જોઈએ છે..?" ડ્રાઇવર સીટ પર બેઠેલા યુવાને પૂછ્યું.

"લિફ્ટ..તમારી ગાડીમાં..!" જોનીએ કહ્યું.

"ક્યાં જવું છે તમારે..?"

"જંગલમાં..! પેલા અંકલ બેઠાં છે ને..તેમનાં મિત્રને મળવા જવું છે.

"જંગલમાં...! કયાં મિત્રના ઘરે જવું..?" આશ્ચર્યથી તે યુવતીએ પૂછ્યું.

"એ મિત્રનું નામ તો ખબર નથી..! પણ બસ તેમને મળવું જરૂરી છે." ભોળા સુશ્રુતે કહ્યું.

"ઓકે..ઠીક છે..અમે તમને લિફ્ટ આપશું, પણ...પણ.. એક શરતે..!" તે યુવતીએ કહ્યું.

શરતની વાત સાંભળીને જૉની અને સુશ્રુત ચોંકી ઉઠ્યા અને એકબીજાની સામે જોવા લાગ્યાં.

"કઈ શરત..?" જૉનીએ પૂછ્યું.

To be continue...

😊MAUSAM😊