ભીતરમન - 42

  • 1k
  • 1
  • 560

હું તુલસીની વાત કરતા થોડો ગમગીન થઈ ગયો હતો. મારી આંખમાં આંસુઓ છવાઈ ગયા હતા. મન ખૂબ રડું રડું થઈ રહ્યું હતું. તેજાને સામે જોઈને હું મારા મન પરનો કાબુ ગુમાવી ચુક્યો હતો. તેજો પણ જાણે મારા મનની સ્થિતિ જાણી ચૂક્યો હોય એમ બોલ્યો, "રડી લે તું મન ભરીને! મારી પાસે મનમાં ભરીને કંઈ ન રાખ!"તેજાના શબ્દ સાંભળીને મારાથી ખૂબ રોવાઈ ગયું હતું. થોડી વાર તેજાએ મને મારું મન હળવું કરવા દીધું, ત્યારબાદ એ હળવેકથી બોલ્યો,"તું આમ રડે છે તો એની આત્માને અવશ્ય દુઃખ થશે! તું કહે છે કે એ પ્રત્યેક ક્ષણ તારી સાથે છે તો બસ એ એહસાસ સાથે જીવતા