ભીતરમન - 16

  • 652
  • 2
  • 412

મેં મારુ ધ્યાન તો મા પર કેન્દ્રિત કરી દીધું હતું. પણ મન હજુ સ્થિર થયું નહોતું. હું માની પાછળ મંદિરમાં પ્રવેશવા પગથિયાં ચડી રહ્યો હતો. બાપુ અને મા સાથે હતા હું સહેજ પાછળ ચડતો હતો. આજે ત્રણ મહિને હું કૃષ્ણના મંદિરને શરણે આવ્યો હતો. જેમ જેમ મંદિરના ગર્ભગૃહમાં જતો હતો તેમ તેમ મારા મનમાં ઝુમરી સાથે કુદરતે કરેલ અન્યાય ક્રોધ જન્મવતો હતો. બહુ જ ગુસ્સો મને આવી રહ્યો હતો. હું મારા ગુસ્સાની આગમાં સળગતો જ ભગવાન કૃષ્ણની સામે જ પહોંચી ગયો હતો. રાજાધિરાજ દ્વારકાના નાથ કાળીયા ઠાકરના શૃંગાર દર્શનનો લાવો અમે લીધો હતો. પુરુષોની અને સ્ત્રીઓની દર્શન કરવાની હરોળ અલગ હોય