"ઑહ નો" તેનાથી બોલાઈ ગયું."હું તો ભૂલી જ ગઈ હતી મારા તો મગજમાંથી જ નીકળી ગયું હતું." ડૉ.નિકેત ત્રિવેદીનો ફોન હતો.પહેલા તેણે સમય શું થયો છે તે જોયું અને પછી ડૉક્ટર નિકેતને ફોન લગાવ્યો.આખી રીંગ પૂરી થઈ પણ ફોન ન ઉપડ્યો.પરીએ વિચાર્યું કે ડોક્ટર નિકેત કોઈ ઈમરજન્સીમાં હશે તેથી તેને ફરીથી ફોન કરવાનું યોગ્ય ન લાગ્યું. તે ઈન્સટા ખોલીને બેઠી...પણ તેને ક્યાં ખબર હતી કે, ડૉક્ટર નિકેત ત્રિવેદી તેના ફોનની કેટલી બેસબરીથી રાહ જોઈ રહ્યો હતો...હવે આગળ...એકાદ કલાક પસાર થઈ ચૂક્યો હતો પરંતુ ડૉ. નિકેતનો ફોન ન આવ્યો એટલે પરીએ તેને ફરીથી ફોન કર્યો.આ વખતે તેનો ફોન ઉપડ્યો પરંતુ સામેથી