કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 108

  • 2.9k
  • 2
  • 1.9k

"તને ઈશ્વરે એક જિંદગી બચાવવાનો ચાન્સ આપ્યો છે તો તેની હેલ્પ કર અને તેને સાચો રસ્તો બતાવ અને તેણે આપણને જે હેલ્પ કરી હતી તેનો બદલો ચૂકવી આપ..." પરી છુટકીને પ્રેમથી સમજાવી રહી હતી.છુટકી પણ પોતાની દીદીની શિખામણ શર આંખો પર ચડાવી રહી હતી, "ઓકે, દી હવે મારા માઈન્ડમાં બધું ક્લિયર થઈ ગયું છે.. હું કન્ફ્યુઝનમાં હતી કે શું કરવું?હવે હું તેની હેલ્પ કરીશ..." છુટકી બહુ મક્કમતાથી બોલી.ગપસપ કરતાં કરતાં બંને બહેનોનું જમવાનું પૂરું થઈ ગયું એટલે બંને પાછી પોત પોતાના રૂમમાં આવીને પોતાની બુક્સ હાથમાં લઈને એક્ઝામની તૈયારીઓ કરવા લાગી.પરીએ પોતાનો મોબાઈલ સાઈલેન્ટ મોડ ઉપર રાખેલો હતો પણ ક્યારનો