ડામ

  • 2.1k
  • 1
  • 732

કાળજાળ ગરમીમાં તપેલી ધરતી પર રાતનો શીતળ પવન ઠંડક પ્રસરી રહ્યો હતો.એ નાનકડી ચાના ગલ્લા પર જાંખો પડેલા બલ્બનો પ્રકાશ એ પવનમાં ઝોલા ખાય રહ્યો હતો.એ મંદ મંદ પવન હાઈવેની સામે બાજુ ટેન્ટમા બેઠેલો ખાખી વર્દીવાળો માણસ કીર્તનસિહ સિગારેટનો ધુમાડો છોડી રહ્યો હતો અને આવજાવ કરતી તમામ વાહનોના હેડલાઇટને એવી રીતે નિહાળી રહ્યો હતો કે જાણે એની ફરજના આઠ કલાક વિતી જાય. ગોધરા- ઇન્દોર હાઇવે એટલે ચોરી- લૂંટફાટનો અતિશય ત્રાસ, એટલા માટે જ આ હાઇવે પર ઠેરઠેર નાની -નાની પોલીસ ચોકી ગોઠવવામાં આવી છે.એમાંથી એક પોલીસ ચોકીમાં કીર્તનસિહ પોતાની ફરજ બજાવતો હતો. એમ તો દરેક ચોકીમાં બે સાથીદાર હોઈ છે