પ્રેમ - નફરત - ૧૨૫

  • 1.4k
  • 1
  • 748

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨૫ મીતાબેન રચનાને અંદરના રૂમમાં લઈ ગયા. જ્યાં રણજીતલાલની મોટી તસવીર હતી. એમાં એમનો ચહેરો હસતો હતો. મીતાબેને એમને વંદન કરીને કહ્યું:‘આજે અમે તમારી પાસે માર્ગદર્શન લેવા આવ્યા છે. તમારા આત્માની શાંતિ માટે અમે લખમલભાઈના પરિવારને ધંધામાં બરબાદ કરવાની કસમ ખાધી હતી. અમે ઘણા અંશે એમાં સફળ થયા છે. હવે એવા સંકટમાં આવી ગયા છે કે શું કરીએ એ સમજાતું નથી. તમે આપણી દીકરીને માર્ગદર્શન આપો.’મીતાબેન અટક્યાં ત્યારે રચનાએ કહેવાનું શરૂ કર્યું:‘પપ્પા, મેં તમારા અને બીજા સાથીઓના મોતનો બદલો લેવામાં કોઈ કસર બાકી રાખી નથી. લખમલભાઈને ઘરે બેસાડી દીધા હતા. એમના પુત્ર આરવની કંપનીના