અ - પૂર્ણતા - ભાગ 6

  • 1.3k
  • 1.1k

વૈભવ અને રેનાનો ઝગડો સાંભળી રેવતીબહેન તેમના બેડરૂમ તરફ જતાં હતાં ત્યાં જ ડોરબેલ વાગી. મનહરભાઈએ ઊભા થઈ દરવાજો ખોલ્યો. દરવાજે એસીપી મીરા શેખાવત બે મહિલા કોન્સ્ટેબલ સાથે ઊભાં હતાં. "આ રેના શાહનું જ ઘર છે?" "હા, બોલો શું કામ છે રેનાનું?" મનહરભાઈને થોડીક નવાઈ લાગી કે એમના ખાનદાનનો દૂર દૂર સુધી કોઈ દિવસ પોલીસ સાથે ક્યાંય કોઈ સંબંધ નથી અને આજે પોલીસ તેમના દરવાજે ઊભી છે. એક ઈજ્જતદાર માણસના ઘરે પોલીસ આવે એટલે લોકો જાત જાતના તર્ક કરવા લાગે. શું સાચું શું ખોટું એ તો પછીની વાત છે પણ માણસોને ગોસીપ કરવાનો નવો મસાલો મળી જાય અને જ્યાં સુધી