પ્રેમ - નફરત - ૧૨૨

  • 1.8k
  • 1
  • 1.1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨૨ આરવે કહેવાનું શરૂ કર્યું.‘હું જ્યારે તારા ઘરે આવ્યો અને તું આરામ કરતી હતી ત્યારે તારી બીમારી જાણવા મેં ડૉક્ટરની ફાઇલ જોઈ હતી. એમાં વિટામિન્સ અને બી ટ્વેલની ગોળીઓ હોવાનો ખ્યાલ આવ્યો હતો પણ ન જાણે કેમ મને એમ લાગતું હતું કે તું ગર્ભવતી હોવી જોઈએ. જે પ્રમાણે મેં આયોજન કર્યું હતું એ મુજબ જ તારા શરીરમાં ચિન્હ લાગી રહ્યા હતા. એ સિવાય ડૉક્ટર આટલા બધાં વિટામિન્સ લખી ના આપે. મેં ફાઇલ પરથી ડૉક્ટરનું નામ મનમાં નોંધી રાખ્યું અને બીજા દિવસે એમની પાસે પહોંચી ગયો. મેં એમની સાથેની મુલાકાત માટે સમય માગ્યો અને મને