ભાવ ભીનાં હૈયાં - 40

(13)
  • 2.4k
  • 2
  • 1.6k

શશાંક વીલા મોઢે તેઓને જોતો જ રહી ગયો. તેને સમજાતું નહોતું કે હવે તે શું કરશે. કેટલાય દિવસે તેને અભિલાષા મળી હતી. તેની વિદાય આવી રીતે થશે તે તેને સ્વપ્નમાયે વિચાર્યું નહોતું. થોડો સમય તે ત્યાં જ બેસી રહ્યો પછી કંઈક યાદ આવ્યું હોય તેમ તે ઊભો થયોને રિસેપ્સનિસ્ટ પાસે ગયો. અભિલાષાના બીલ વિશે પૂછ્યું તો તેને જાણવા મળ્યું કે તેના બીલનું પેમેન્ટ થઈ ચૂક્યું છે. " મૅમ..! અભિલાષાને જે લોકો અહીંથી લઈ ગયા તેઓનો કોન્ટેક્ટ નંબર મને મળી શકશે..? પ્લીઝ..પ્લીઝ..મૅમ..! તમારાથી થઈ શકે તો પ્લીઝ મને તેનો કોન્ટેક્ટ નંબર આપોને..!" રીક્વેસ્ટ કરતાં શશાંકએ કહ્યું. શશાંકના આજીજીભર્યા શબ્દો સાંભળીને તે