ભાવ ભીનાં હૈયાં - 35

(12)
  • 2.2k
  • 1
  • 1.6k

“કીર્તિ તું આટલી ડરે છે કેમ ? આજ તારા લગ્ન છે તું તારા પ્રેમી અભય સાથે લગ્ન કરવા જઈ રહી છે. તું ખુશ નસીબ છે કે તુ જેને પ્રેમ કરતી હતી તેની સાથે જ તારા લગ્ન થઈ રહ્યાં છે. તો ડરવાનું કઈ વાતનું ?” અભિલાષાએ સમજાવ્યું. “આજ મારી જિંદગીનો સૌથી મહત્વનો દિવસ છે. મારાથી કોઈ ભૂલ થઈ જશે તો..? લગ્ન કરવાનો અનુભવ મને નથી યાર..! પહેલી વાર લગ્ન કરી રહી છું ને એટલે ડર લાગે છે.” મજાક કરતા કરતા કીર્તિએ કહ્યું. તેની વાત સાંભળી અભિલાષા હસી પડી. “લગ્નનો અનુભવ તો દરેકને એક જ વાર થાય.. બીજી વાર થાય એ ખુશનસીબ