અનોખો પ્રેમ - ભાગ 4

  • 2.4k
  • 1.6k

અનોખો પ્રેમ ભાગ 4" એક વાત નાં સમજાઈ..આ ભાઈએ તે યુવાનની જગ્યાએ આ બહેનને કેમ પકડ્યા હતા..?" આટલું સાંભળતા તો પ્રિત ધીમે રહીને ટોળામાંથી બહાર નીકળી રસ્તો માપ્યો. પ્રિત ઘરે જઈને રેડી થઈ થાણે આવ્યો. તે સીધો હેડ ઓફીસમાં એટેન્ડન્સ ભરવા ગયો. ટેબલ પર ચોપડો શોધતો હતો ત્યાં કોઈનો અવાજ સંભળાયો. " તમે તેર મિનિટ અને પાંત્રીસ સેકન્ડ લેટ થયા છો મિસ્ટર પ્રિત..!" કોઈ સ્ત્રીનો રૂઆબદાર અવાજ આવ્યો. " આ અવાજ તો ક્યાંક સાંભળ્યો હોય તેવું લાગે છે..!" મનમાં વિચારી પ્રિતે આજુબાજુ જોયું. ફાઇલ મુકવાના ઘોડામાંથી ફાઇલ કાઢી ચેક કરતી કોઈ પ્રતિકૃતિ નજરે પડી. શરીરનો બાંધો ઊંચો અને મજબૂત હતો.