સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા**લેખન તારીખ : ૦૮-૦૪-૨૦૨૪*રમીલા અને સૂરજ સર પોતપોતાનાં કામમાં પરોવાયેલાં હતાં. લગભગ સાડા છ થતાં, બપોરથી સાંજ સુધી પોતે શું બોલવું તેનું મંથન કરતો કંટાળેલ મનન ફાઈલ લઈને રમીલાની કેબિનમાં પ્રવેશવાની પરવાનગી માંગી રહ્યો. રમીલા ફોન ઉપર કોઈક સાથે વાત કરતી હતી એટલે તેણે બીજા હાથથી ઈશારો કરી મનનને અંદર આવવા જણાવ્યું. મનન અંદર આવીને રમીલાની સામેની તરફ મૂકેલ ખુરશીઓ પાસે ઊભો રહ્યો. રમીલાનો ફોનકોલ થોડો લાંબો સમય ચાલ્યો. મૈથિલીએ ઊભાં રહેલાં મનનને જોયો અને તેની પાસે આવી બોલી,