શિવકવચ - 7

  • 2.4k
  • 1
  • 1.3k

જમીને બધાં થોડીવાર આરામ કરવા વચ્ચેના રૂમમાં ગયા. નીચે જ ગાદલાં પાથરી બધાં આડા પડ્યાં. "અહીં એ.સી નથી તોય કેટલી ઠંડક છે નહીં મમ્મી. " શિવ બોલ્યો. "હા અહીં ગામડામાં પ્રદુષણ ઓછું હોય અને ઝાડપાન વધારે હોય એટલે કુદરતી ઠંડક રહે." ગામમાં બધાને ખબર પડી કે ભલાભાઈનો પરિવાર આવ્યો છે એટલે સાંજે પાંચ વાગ્યા પછી ધીરે ધીરે ગામનાં લોકો મળવા આવવા લાગ્યા. ભલાભાઈનો ગામમાં ખૂબ જ આદર હતો એટલે ગામના લોકો એમના પરિવારના સભ્યોને પણ એટલાં જ આદરથી મળતાં હતાં. બધાાંએ જમવાનું આમંત્રણ આપ્યું .અમુક લોકો શાક તો અમુક દૂધ માખણ ને ઘી લાવ્યા હતા. ગોપી તો બધું આશ્ચર્યથી જોઈ