સરનામું

  • 2.4k
  • 798

"સરનામું" ઘરનાં પગથિયાં ઉતરી પાર્કિંગમાં ખુરશી લઈ બેઠો હતો. ઉનાળાની બપોર એટલે ગરમ પવન ઝાપટ મારી રહ્યો હતો. ક્યારેક વંટોળનો ચકરાવ પોતાના આગોસમાં આવેલ તમામ હલકી વસ્તુ ઊંચે ઉડી રહી હતી. ઊંચી ઇમારતોમાં માણસો પુરાય ગયા હતા. બે ત્રણ ગાય કે ગૌવંશ તડકાથી બચવા છાંયાની તલાશમાં ભમી રહ્યા હતા. કુતરાઓ એક રોટલી માટે લડી રહ્યા હતા. એક દાદા આજુબાજુના એપાર્ટમેન્ટના નામ વાંચતા હોઈ એમ ઊંચી ડોક કરી ધીરે પગલે મારી તરફ આગળ વધી રહ્યા હતા. હા, આમ દેશી નહોતા. સફારી પહેરી હતી. માથે ટોપી હતી. ચહેરા પર નંબરના ચશ્મા હતા. ભણેલા જણાય રહ્યા હતા. હું મોબાઈલમાં માથા મારવા લાગ્યો. મારાં