હું અને અમે - પ્રકરણ 37

  • 780
  • 252

સવારની અખૂટ તૈયારી રાત્રીના સંગીત ફંકશનમાં દેખાય રહી હતી. ચારેય બાજુ ચમકાટ કરતી લાઈટ અને ઘરની સુંદર સજાવટ. એમાં પણ રંગબેરંગી કપડાથી સજજ જન મેળો તેમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. અવનીને લલ્લુકાકાના રૂપમાં પોતાના પપ્પા તો ગીતા જેવી માં મળી ગયેલી. બે ભાઈ અને ભાભીનો પ્રેમ હતો. એ પોતાના પરિવારને યાદ કરતી આવી સાંજમાં પણ હરખાવાનું જાણે નાટક કરતી હોય એમ અંદરથી થોડી ઉદાસ હતી. તે ભલે બોલે કે ન બોલે પણ એનો ભાઈ તો એની રગ રગને ઓળખતો. સૌ કોઈ એના આ ફંકશનમા આનંદ માણી રહ્યા હતા. એની સામે જોતા રાકેશ તેની પાસે ગયો અને કહેવા લાગ્યો, "શું