ખામોશી - ભાગ 5

  • 2k
  • 1
  • 1k

એ સુર્યના તાપની જેમ ભડકે બળતાં મુસ્કાનના બંને ભાઈઓના મગજની અંદર અત્યારે એકજ વિચાર ઘુમી રહ્યો હતો. કે મારી ભોળીભાળી બહેનને ફસાવનાર એ હરામી વીપુલીયાના આજે એકે એક અંગ સીધા કરી દેશું. ત્યાંથી બે ડગલાં ચાલવા જેટલી પણ એનામા તાકાત નહી રહેવા દઈએ...આજે તો એની... .આમ કેટલીયે ગાળો એ બંને ભાઈ મનોમન વીપુલ ને આપતાં હતાં...જ્યારે બીજી તરફ પોતાની નજીક આવી રહેલી આ બંને જ્વાળામુખીથી વંચીત વીપુલ તો બગીચાની અંદર દિવાલના ટેકે રહેલી બેંચ પર મુસ્કાન સાથે બેઠો હોય છે. એ બંને તો જાણે કેટલાય દિવસોથી ચા ના સ્વાદથી પરિચિત ના થયા હોય એવી રીતે એકબીજાને જોઈ રહે છે..... ફીરોઝ