તારી સંગાથે - ભાગ 17

  • 1.1k
  • 514

ભાગ 17   11 ઓગસ્ટ 2018, શનિવાર સવારના 10.25 -------------------------------------------------------   - સુબહ કી પ્યારી સલામ, હાજિર હૈ આપકા ગુલામ. - અહા, વારિ જાઉં! તારી ગુડ ઇવનિંગ ડિયર. આજે મોડું થઈ ગયું, હજી નાસ્તો બાકી છે. હું થોડી વાર પછી લખીશ, ત્યાં સુધી તું મારું મૌન વાંચ. - આખો દિવસ તારું મૌન જ વાંચતો રહ્યો. આરામથી ચા-નાસ્તો લો, પછી વાત કરો. મારાં બધાં કામ પતી ગયાં છે. થોડી વારમાં સૂવાનો ટાઈમ થઈ જશે. વધારે ન તરસાવશો. - વાહ ભાઈ વાહ! તેં મને તમે કેટલા વર્ષો તરસાવી? હિસાબ ચૂકવવાનો બાકી છે. - ગામડાની ગોરી, જો તું ભૂતકાળનો બદલો લઈ રહી હો