તારી સંગાથે - ભાગ 16

  • 1.3k
  • 546

ભાગ 16   08 ઓગસ્ટ 2018, બુધવાર રાતના 9.30  -------------------------------------------------- - સવાર પડી, બાબુમોશાય. - એમ કે? મને તો ખબર જ નહોતી, પણ મારા ઘરે ‘એલ.એ. ટાઇમ્સ' આવે છે, તેમાં લખ્યું છે, 'સવાર થઈ ગઈ.' - અશ્વિન ...તેં 'પગલા કહીં કા' ફિલ્મ જોઈ છે? - જોઈ હતી વર્ષો પહેલાં, પગલી! શમ્મી કપૂરની હતી. ગીતો સારાં હતાં, વાર્તા યાદ નથી. તું કહે. - હશે તારા જેવો કોઈ પાગલ, મેં નથી જોઈ. - ઓહ પરી, તું તો સવાર-સવારમાં નારાજ થઈ ગઈ! તે સમયે જો તું સાથે હોત તો હું ફિલ્મ ક્યાંથી જોઈ શક્યો હોત? - એટલે જ નહોતી, મારા દુશ્મન. - વાહ,