તારી સંગાથે - ભાગ 14

  • 1.2k
  • 514

ભાગ 14   06 ઓગસ્ટ 2018, સોમવાર રાતના 9.30 --------------------------------------------------- - ગુડ ઇવનિંગ ડિયર. - તને ગુડ મૉર્નિંગ, વૉક પરથી આવી ગયો ? - હા, આજે ખૂબ તડકો હતો. આખે રસ્તે વિચારોમાં ખોવાયેલો રહ્યો. - કયા વિચારોમાં? - કેટલીકવાર મને આશ્ચર્ય થાય છે કે હું તારી સાથે આટલા ખુલ્લા દિલથી વાત કેવી રીતે કરી શકું છું?  - મેં પણ આજ સુધી કોઈ પર પુરુષ સાથે આવી રીતે વાત નથી કરી. - તારી વાત જુદી છે, હું તારો પહેલો પ્રેમ હતો. - હોઈ શકે. - મલ્લિકા, જ્યારે પણ હું તારી સાથે વાત કરું છું, પેલી એક ભોળી કિશોરી નજર સામે તાદૃશ