તારી સંગાથે - ભાગ 9

  • 612
  • 282

ભાગ 9 30 જુલાઈ 2018, સોમવાર સવારના 9.55  -----------------------------------------------------   - સવારની સલામ. મૈં કહીં કવિ ન બન જાઉં, તેરે પ્યારમેં અય કવિતા. હું દોષી નહોતો કે  નહોતો તારો કોઈ વાંક, તો પછી વાત શું હતી  કે વાર્તા વિખરાઈ ગઈ?   જાતિવાદની ક્યારીઓ  ને ધર્મવાદના વાડા. પ્રેમ તો હારે ત્યાં કાયમ,  જ્યાં સંપ્રદાય અખાડા.    કોરા જીવન પૃષ્ઠ પર  પ્રેમ જઈ બેઠો હાંસિયે. ચાલ આજે સાથે મળીને  એ કોરા પૃષ્ઠને વાંચીએ.    - વાહ! કવિ-હૃદયની સરળ અભિવ્યક્તિ! આટલી સાચી વાત કહી દીધી. - જયારે મળીશું ત્યારે મારા વિશે હજી વધુ સારી વાતો જાણવા મળશે, ડિયર. - સત્ય એ છે કે