તારી સંગાથે - ભાગ 3

  • 1.6k
  • 964

ભાગ 3   20 જુલાઈ 2018, શુક્રવાર રાતના 11.00  --------------------------------------------------    - સાહિરનું પેલું ગીત યાદ આવે છે, મલ્લિકા? - કયું? - ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનોં...’ આજે એને ઊલટું કરી દઈએ અને કહીએ, ‘ચલો એક બાર ફિર સે દોસ્ત બન જાયેં હમ દોનોં...’ - આ મારું સૌભાગ્ય હશે, અશ્વિન. એક વાત તો કહેવી પડશે કે તેં મને મારી મનપસંદ ફિલ્મ, ગીત, ગઝલ અને સંગીતની દુનિયામાં પાછી લાવી દીધી! - ગીત-ગઝલની દુનિયા તને મુબારક હો, મલ્લિકા. - આજે પણ મારી ડાયરીમાં કેટલીયે કવિતાઓ સચવાયેલી છે. લાગે છે કે હું ભવન્સ કૉલેજના પરિસરમાં ફરી પાછી આવી