નો ગર્લ્સ અલાઉડ - ભાગ 42

  • 2.5k
  • 1
  • 1.6k

સૂર્ય ઉગતાની સાથે જ અનન્યા આકાશને મળવા એના ઘરે જતી રહી. સમસ્યાનો હલ આખરે અનન્યાને મળી ચૂક્યો હતો. વહેલી સવારે અનન્યાને જોતા આકાશે કહ્યું. " અનન્યા આટલી સવારે તું અહીંયા? અને શું વાત છે તું પરેશાન દેખાઈ રહી છે?" " આકાશ હું આ કંપનીને છોડવા માંગુ છું..." " વોટ! આ તું શું બોલે છે અનન્યા? તારે આ કંપની છોડી દેવી છે? પણ કેમ?" " આકાશ તને ખબર જ છે બે દિવસ પછી મારા આદિત્ય સાથે લગ્ન છે, ત્યાર બાદ મારે સાસરિયાની પણ જવાબદારી સંભાળવી પડશે અને ખાસ કરીને હું આદિત્ય સાથે વધુ ટાઇમ સ્પેન્ડ કરવા માંગુ છું...સો મારી પાસે કંપનીને