પ્રેમ સમાધિ - પ્રકરણ-51

(20)
  • 2.7k
  • 4
  • 1.7k

પ્રેમ સમાધિ પ્રકરણ-51 રામભાઉનાં મોબાઇલમાં રીંગ આવી અને તેઓ હેલો હેલો કરતાં બહાર નીકળી ગયાં. કાવ્યાને થયું પાપાએ એમનો નવો નંબર મને હજી કેમ આપ્યો નથી ? કંઇક તો કારણ હશે ને ? નારણકાકા સાથે ડુમ્મસ ગયાં છે એ તો ખબર પડી... પણ.. પાપા... એણે આગળ વિચાર કરવાનું માંડી વાળ્યું... કાવ્યા રૂમમાં આવી... એણે જોયું કલરવ અને સુમન તો કલરવનાં રૂમમાં છે એ કલરવનાં રૂમ તરફ ગઇ દરવાજે નોક કર્યું અને બોલી “અંદર આવું ?” સુમને જવાબ આપતાં કહ્યું “આવીજા અમારે કશું ખાનગી નથી બસ એમજ બેઠાં છીએ”. કાવ્યા દરવાજો ખોલીને અંદર ગઇ. કલરવ કાવ્યાની સામે જોઇ રહેલો. એનાં મનમાં