ડરામનો રાત્રિનો ઘોર અંધકાર, ક્યાંક પણ દૃષ્ટિગોચર થતું નાં હતું, સૂનકાર નાં સૂસવાટામાં વિલય થતો ગહન શૂન્યાવકાશ. અંધકાર પ્રકાશને શોધતો ક્ષિતિજ તરફ ડગ માંડતો ક્યાંક ક્ષિતિજમાં જ વિલીન થતો ઓગળી ગયો. તોપણ અંધકાર ગહન અને ગહન ઊંડી કાળી ડીબાંગ રાત્રિ ની ગુફામાં સંતાઈ ગયો. હવે અંધકારને ચીરતો સૂર્યનો પ્રકાશ પૃથ્વીને અજવાળતો ધીમે ધીમે પૃથ્વી પર પ્રકાશના કણક કિરણો પાથરતો આગળ વધી ગયો.દીપ્તિ નિંદ્રામાંથી જાગી ઘડિયાળમાં જોયું અરે ! સવારના ૭ વાગી ગયા છે, દીપ્તિ ઝડપથી રસોડામાં ગઈ. આજે બહુજ મોડું થઈ ગયું દીપ્તિ થ