મહોબતની રીત, પ્યારની જીત - 4

  • 1.7k
  • 1
  • 906

જો તો હું કેવી લાગુ છું! પ્રિયાએ મારા ચહેરાને રીતસર એની તરફ કરતાં જ કહેલું. હું પારુલને જ જોઈ રહ્યો હતો. એની આંખો જાણે કે મને ધમકી આપી રહી હતી. બસ ને યાર હવે તું મારો નહિ, એવું જાણે કે એ આંખોથી જ કહી રહી હતી. પારૂલ ને પૂછ! મેં વાત વાળી અને બાલ્કનીમાં ચાલ્યો આવ્યો. હું પણ આ બધાથી થોડીવાર બ્રેક ચાહતો હતો. પારૂલ પણ મારી પાછળ બાલ્કનીમાં આવી ગઈ. કંઈ કહ્યું ના, પણ એની ચૂપ્પી બધું જ કહી રહી હતી. મારા કાન એની ડાટ સાંભળવા અધીરા બન્યા. પણ એ કઈ જ ના બોલી. અમુકવાર કહી દીધેલું એટલું