પ્રેમ - નફરત - ૧૧૧

(17)
  • 2.7k
  • 1
  • 1.7k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧૧ રચનાએ આરવ સાથે પ્રેમનું નાટક શરૂ કર્યું અને એ પછી લગ્ન પણ કર્યા છતાં એક વાત નક્કી રાખી હતી કે એ બદલો પૂરો કરીને એનાથી અલગ થઈ જશે. એ જાણતી હતી કે આરવ એને સાચા દિલથી પ્રેમ કરે છે. એનું દરેક કહ્યું માને છે. પણ પિતાના મોતના બદલાની આગમાં એ બધું સ્વાહા થઈ જતું હતું.હવે બદલો પૂરો થવાની તૈયારીમાં હતો અને એમના ધંધાને એ જડમૂળથી ઉખાડવા જઈ રહી હતી ત્યારે જ એના ગર્ભમાં લખમલભાઈના પરિવારના એક વારસનું બીજ રોપાઈ ગયું હતું. એના લોહીમાં લખમલભાઈના પરિવારનું લોહી વહેવાનું હતું.એ એમના પરિવાર સાથે લોહીની કોઈ