બલિદાન પ્રેમ નુ.. - 28

  • 2.3k
  • 1.3k

વકીલ પોતાના ઘરે જવા માટે નીકળી ગયો.. આ તરફ નેહા એ ફરી થી લન્ડન કોલ લગાવ્યો અને બોલી... જય શ્રી કૃષ્ણ.. આપણુ કામ થઇ ગયુ છે. મેં મલય સાથે લગ્ન કરી લીધા છે. હા તમારી કમી ખુબ લાગી.. ખાસ કરી ને મલય ને.. પણ.. સામે છેડે થી અવાજ આવ્યો, પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો નહતો. તારુ આ અહેસાન અને બલિદાન હુ ક્યારેય નહિ ભુલુ નેહા.. અરે એમાં શુ અહેસાન? મેં જે પણ કર્યું એ મારા પ્રેમ માટે કર્યું છે. તમે નિશ્ચિંન્ત થઇ જાઓ અને તૈયાર પણ હવે જંગ છેડાઈ ચુકી છે. બસ હવે લન્ડન આવુ એટલી જ વાર છે.