અંતિમ રાત

  • 2.8k
  • 2
  • 980

અંતિમ રાત હતી એમને બન્ને જાગતા હતા,સમય પાસે જાણે થોડો સમય માંગતા હતા.દબાયેલ લાગણી એ કાલે રાતે મને કહી ગઈ,હું પણ તને ચાહું છું, એ જતા-જતા કહી ગઈ.અમારા પ્રથમ પ્રણયની એ અંતિમ રાત હતી,હોઠો બંધ હતા બંનેના, મૌનમાં એ વાત હતી.મને ખબર ન રહી કઈ રીતે દિવસો પસાર થયા,આંખો બંધ કરી મેં તેમના ત્યારે તો દીદાર થયા.સમાજ અને પરિવારના બંધનમાં એ રહેતી હતી,છુપાવી આંખ પાછળ આંસુ ખુશ છું કહેતી હતી.મારા એક પથ્થર હૃદયનો એ આત્મા બની ગઈ છે,દેહથી થશે એ બીજાની દિલથી મારી થઈ ગઈ છે.સમાજનો ડર અને પરિવારની તેનામાં ચિંતા હતી,હસતી તો એ લાગતી પણ, એ ક્યાં જીંદા હતી.લાજ