બલિદાન પ્રેમ નુ.. - 24

  • 2.1k
  • 1.1k

પછી હુ પણ નિરાંતે એના સામે ના સોફા પર સુઈ ગઈ.જેથી વકીલ ને મારા પર કોઈ શક ના જાય. સવાર પડી ત્યારે પછી ફરી આવીશ નો વાયદો કરી ને ત્યાં થી નીકળી ગઈ. હવે વારો હતો મારી મમ્મી અને વિહાન ને પહેલા થી સુરક્ષિત જગ્યા એ પહોંચાડવાનો. વિહાન બધુ જ સમજતો હતો એટલે મેં પહેલે થી જ એને બહાર જવા માટે ની પરીક્ષા ની તૈયારીઓ કરાવી હતી. મેં વિહાન ને બહાર ભણવા માટે જવાનું છે કહ્યું અને એને ભણાવી ને બહાર ની કોલેજ માં ભણવા માટે મોકલી દેવાની તૈયારીઓ કરી નાખી. સાથે જ મોમ ને પણ મોકલી દેવાની તૈયારી કરી