પ્રેમ - નફરત - ૧૦૭

(21)
  • 3k
  • 1
  • 1.8k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦૭ લખમલભાઇએ લતાબેન સાથે મુલાકાત કરાવ્યા પછી રચનાનું મન હજુ એ વાત માનવા તૈયાર થતું ન હતું કે રણજીતલાલના મોત માટે એ જવાબદાર નથી. પરંતુ મીતાબેનનું મન હવે માની રહ્યું હતું કે લખમલભાઇ નિર્દોષ છે. મીતાબેનને એ સમય યાદ આવી ગયો જ્યારે રણજીતલાલ મૃત્યુ પામ્યા હતા. એમાં લખમલભાઇની સીધી સંડોવણી ક્યાંય દેખાતી ન હતી.લતાબેનને ત્યાંથી નીકળ્યા પછી કારમાં લખમલભાઇ એક શબ્દ પણ બોલ્યા નહીં. મીતાબેનને ખ્યાલ આવી ગયો કે એમને જે કહેવાનું હતું અને બતાવવાનું હતું એ એમણે પૂરું કરી દીધું છે. હવે નિર્ણય અમારે કરવાનો છે.મીતાબેન અને રચનાને એમના ઘરે ઉતાર્યા પછી એ