બલિદાન પ્રેમ નુ.. - 3

  • 3.2k
  • 2k

હું બસ કોલેજ નીકળવા તૈયાર થઇ ગઈ હતી.. રેડ કલર નો ચુડીદાર ડ્રેસ જેમાં આભલા ભરેલા હતા પગ માં ક્રિમ કલર ની મોજડી અને પાતળી પાયલ. માથા ના લાંબા વાળ ખુલ્લા અને ડાબી સાઈડ પાથી પાડેલી હતી...અણિયારી આંખો માં કાજલ,લાલ રંગ ની નાની બિંદી નાક માં નથણી જેવી ચુની,કાન માં લાલ રંગ ની બુટ્ટી અને એક હાથ માં ઘડિયાળ તો બીજો હાથ ખાલી .... આજે પહેલો જ દિવસ હોવા થી હુ થોડી નર્વસ હતી... ઘરે થી પપ્પા એ એકટીવા અપાવ્યુ હતુ એ જ લઇ ને કોલેજ પહોંચી... ખભા પર બેગ લગાવી ને કોલેજ માં સિંઘાનિયા સર ના દીકરા ને શોધતી