કુકરની પહેલી સીટી...!

  • 3.1k
  • 1
  • 1k

કુકરની પહેલી સીટી...! દેવલ અને દિશાના લગ્ન આશરે ચારેક વર્ષ પહેલા થયા હતા. બંને ઉંમરમાં સરખા, માત્ર બે-ત્રણ મહિનાનો તફાવત. તેમની ઉંમર ૨૫ વર્ષની હતી ત્યારે તેમના લગ્ન થયેલા. દેવલ અને દિશાના પિતા ખુબ જુના અને ગાઢ મિત્રો હતો.   અને એકબીજાના પરિવારને વર્ષોથી ઓળખતા હતા. અને એક જ શહેરની બાજુ-બાજુની સોસાયટીઓમાં જ રહેતા હતા. એટલે નાનપણથી જ એકબીજાના ઘરે આવ-જા થતી રહેતી.       દેવલે શહેરની સારી અને પ્રખ્યાત કોલેજમાંથી એમ.બી.એ. ની ડિગ્રી મેળવી. દિશા પણ ગ્રેઝ્યુએટ થયેલી હતી અને ત્યારબાદ દિશા ફેશન ડિઝાઇનીંગનું શિખતી હતી. બંનેની નાનપણથી મૈત્રી જોઇને બંનેના માતા-પિતાએ બંનેના લગ્નનો વિચાર પહેલેથી જ કરી રાખેલો અને તેમાં