પ્રેમ - નફરત - ૧૦૩

(19)
  • 3.4k
  • 2
  • 2.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦૩રચના અને મીતાબેન લખમલભાઈની વાત બહુ ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને મનોમન એનું આકલન કરી રહ્યા હતા. એમની વાત પરથી એવું લાગતું હતું કે રણજીતલાલના મૃત્યુ પાછળ મોટું રહસ્ય છુપાયેલું છે. મુકાદમ તરીકે આવેલો અશરફ અસલમાં કોણ હશે એ જાણવાની ઉત્સુકતા બંનેના ચહેરા પર લખમલભાઈને દેખાઈ.લખમલભાઈ કોઈ દ્રશ્યને જીવંત કરી રહ્યા હોય એવા ભાવ એમના ચહેરા પર હતા. એ પોતે પણ પોતાની વાતથી જાણે આશ્ચર્ય અનુભવતા હોય એવા ભાવ હતા. એ બોલ્યા:‘મને અશરફનો ચહેરો જોઈને તરત જ શંકા ગઈ. મને એના ચહેરા પરની દાઢીમાં એક અલગ ચહેરો લાગતો હોવા છતાં એ અસલમ હોવાનું લાગ્યું.