કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 92

(21)
  • 4.9k
  • 5
  • 3.3k

નાનીમાને હોસ્પિટલાઈઝ્ડ કરે એક વીક થઈ ગયું હતું અને તેમની તબિયત હવે સારી હતી એટલે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ક્રીશાએ નાનીમાની હોસ્પિટલની બધીજ પ્રોસેસ પૂરી કરી અને તેમને ઘરે લઈને ગઈ અને શિવાંગે માધુરીની હોસ્પિટલની બધીજ પ્રોસેસ પૂરી કરી અને તેને ઘરે લઈને ગઈ આજે વર્ષો પછી પોતાની લાડલી માધુરી પોતાના ઘરે આવી હતી તેથી નાનીમા ખૂબજ ખુશ થઈ ગયા હતા તેમણે માધુરીની નજર ઉતારી અને ક્રીશા તેમજ નર્સ તેને અંદર ઘરમાં લઈ આવ્યા.બીજા દિવસની સવારની બેંગ્લોરની ફ્લાઈટ પકડવાની હતી એટલે ક્રીશા અને શિવાંગ ઘરનો સામાન અને નાનીમાના કપડા વગેરે પેકિંગ કરવામાં બીઝી થઈ ગયા.આરતીના હાથનું જમવાનું