આશાવાદી બા

  • 2.9k
  • 950

કોરોના કાળમાં આશા અને આશાવાદ પર જ કદાચ હું અને તમે જીવી રહ્યા છીએ નહિ તો અન્ય અસંખ્ય જાણીતા અજાણ્યા લોકોની માફક આપણે કયાંંક છાપે તો કયાંક કોઈની સ્ટોરીમાં ઓમ શાંતિ સાથે ટિંગાયેલા હોત.. કોઈ એક ઉમ્મીદ કદાચ આપણેને રોજ જીવાડે છે,કાં પછી આપણી આસપાસ જેમ કાળાબજારી ચાલે છે તેમ યમપુરીમાં પણ આવી કોઈ ઘાલમેલ કરીને ઉપર પહોંચેલા આપણા સ્વજનોએ થોડા વધારે શ્વાસની વ્યવસ્થા આપણા માટે કરી હશે..નીચે શું ચાલે છે એ નથ સમજાતું ત્યાં ઉપર સાટું શું વલોપાત આદરવો..! ચલો ત્યારે મુદાની વાત પર આવીએ.. છેલ્લા થોડા દિવસો પહેલાની વાત... મારા પરિવારના ત્રણેક સભ્યોને કોરોના પોઝીટીવ આવ્યો અને ઘરના