પ્રેમનો સાથ ક્યાં સુધી… - 20

  • 2.9k
  • 1
  • 1.5k

ભાગ...૨૦ (સુજલ અને મિતા તેમની અલિશાના કેસને લઈ ઉત્સુકતા કોની વધારે એ વિશે વાત કરે છે અને સાથે સાથે ઉમંગની પણ,’કેવી રીતે તેઓ કોઈપણ કેસને અલિશાના કેસ સાથે કમ્પેર કરી દે છે.’ બીજા દિવસે રસેશ, નચિકેત અને બધા ઉમંગની રાહ જોવે છે. હવે આગળ....) અમે ડીનર પતાવીને બેઠા ત્યાં તો રસેશ અને નચિકેત આવી ગયા. સૌથી પહેલો આવતો ઉમંગ પણ ખબર નહીં કેમ આજે નહોતો આવ્યો. મિતાએ પૂછ્યું પણ ખરું કે, “ઉમંગ ના આવ્યો?” “આવી જશે, આમ પણ તે છે તો એકલો ને...” “હા એ પણ છે...” માનવનું આમ બોલવું સાંભળી આટલું બોલી હું ચૂપ રહી. અમે વાતે વળગ્યા. દસ