ભાગ...૮ (સુજલ અને ડૉ.અગ્રવાલને એવું લાગ્યું કે તે ખોટું વિચારી રહ્યા છે. આમાંને આમાં પણ મારી, વિલિયમ અને ડૉ.અગ્રવાલની મિત્રતા થઈ ગઈ. સમય થઈ જતાં બધા ઊભા થયા અને કાલે ડીનર પર મળવાનું કહી તેઓ છૂટાં પડયાં. હવે આગળ...) મારા મનમાં રહી રહીને એ વાત જ આવતી કે અલિશા ક્યાં હશે? કેવી હશે? પરાણે મનને આ અલિશાની યાદો કરવાનું બંધ કરાવી કામ પર ધ્યાન લગાડ્યું. સાંંજે ઘરે પહોંચી મેં મિતાને કહ્યું કે,"વાહ આજે તો સરસ સુગંંધ આવી રહી છે ને, તારા હાથનું સરસ ભોજન મળવાનું લાગે છે." "કેમ હું આટલા સમયથી ભોજન સારું નહોતી બનાવતી કે તમારું નાક બંધ રહેતું