પ્રેમ - નફરત - ૧૦૦

(26)
  • 3.6k
  • 2
  • 2.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦૦ રચના અને મીતાબેનને થયું કે લખમલભાઇ જાણતા હોવા છતાં અજાણ્યા બની રહ્યા છે કે ખરેખર એ દેવનાથભાઈને ઓળખતા નહીં હોય.‘તમે દેવનાથભાઈને ઓળખતા નથી? એ રચનાના પિતા સાથે જ મજૂર તરીકે કામ કરતા હતા. રણજીતલાલ પછી તરતના દિવસોમાં જ એમનું એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. અમને એવી શંકા રહી છે કે એ અકસ્માત નહીં પણ હત્યા હતી...’ મીતાબેન હવે ભૂતકાળને પૂરો ખોલવા માગતા હતા.‘હું બહુ ઓછા લોકોને જાણતો હતો. રણજીતલાલના સારા કામ વિષે જાણવા મળ્યું હતું અને એમને મુકાદમ બનાવ્યા હતા એટલે એમનાથી પરિચિત રહ્યો છું. દેવનાથભાઈ જેવા સેંકડો માણસો કંપનીમાં કામ કરતા