કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 91

(21)
  • 5.8k
  • 4
  • 3.8k

શિવાંગ અને ક્રીશા બંને નાનીમાને મળ્યા અને તેમને જય શ્રી કૃષ્ણ કર્યા. નાનીમાએ હાથ ઉંચા કરીને બંનેને આશીર્વાદ આપ્યા અને તેમની આંખમાં પાણી આવી ગયા તે ઈશારાથી પોતાની લાડકી પરી અને છુટકી વિશે પૂછવા લાગ્યા.ક્રીશા તેમની બાજુમાં બેસી ગઈ અને તેમને પંપાળવા લાગી અને શાંત પાડવા લાગી અને શિવાંગ કન્સલ્ટિંગ ડૉક્ટર સાહેબને મળવા માટે તેમની કેબિનમાં ગયો.ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે ઉંમરને કારણે નાનીમાની તબિયત હવે લથડી ગઇ છે અને હવે તેમને આ રીતે એકલા રખાય તેમ નથી તેથી શિવાંગે આ વાત ક્રીશાને કરી અને નાનીમાને થોડું સારું થાય એટલે બેંગ્લોર પોતાના ઘરે લાવવાનું નક્કી કરી દીધું.હવે પ્રશ્ન હતો માધુરીનો..?