પ્રેમ - નફરત - ૯૮

(21)
  • 3.7k
  • 2
  • 2.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯૮ લખમલભાઇનો ફોન ઉપાડતા પહેલાં રચનાના દિલની ધડકન વધી રહી હતી. લખમલભાઇએ દેવું ચૂકવવા રૂપિયા આપ્યા પછી પોતે ઘરે ગઈ નથી તેથી રિસાઈ હોવાનું એમને લાગ્યું હશે? પોતે એમના ઘરે કોઈને કહ્યું પણ નથી કે એ મમ્મીના ઘરે રોકાવાની છે. ઘરના અન્ય સભ્યોએ મારા વિરુધ્ધ એમને ચુગલી કરી હશે? ભલે કાન ભર્યા હોય, મારે શું? હવે કેટલા દિવસ રહેવું છે એમને ત્યાં? મનમાં ઘૂમરાતા અનેક સવાલો સાથે રચનાએ ફોન ઉપાડી સ્વરને સહજ રાખી કહ્યું:‘બોલો પપ્પાજી...’‘પેલા ભાઈને રૂપિયા ચૂકવી દીધા ને?’ લખમલભાઇએ ધીમા અવાજે પૂછ્યું.‘હા, એમણે આપણી કંપનીના કાગળો પાછા આપી દીધા છે. હું મમ્મીને