પ્રેમ - નફરત - ૯૬

(26)
  • 3.5k
  • 4
  • 2.1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯૬ લખમલભાઇ પહેલી વખત બંગલા પર આવ્યા હતા. અને એમનું વર્તન આજે રચનાને અજીબ લાગી રહ્યું હતું. એ એમની કંપનીમાં એક કર્મચારી તરીકે જોડાઈ અને પછી એમના પરિવારની વહુ તરીકે એમના ઘરમાં પ્રવેશ મેળવ્યો એ પછી પણ એમનું વર્તન અને વ્યવહાર સારા જ રહ્યા હતા. એમણે હંમેશા એના વિચારને પ્રોત્સાહન જ આપ્યું હતું. આરવના ભાઇઓને નારાજ કરીને પણ ધંધામાં મારી વાતને સમર્થન આપ્યું હતું. ક્યારેય પરાઈ ગણી ન હતી. ક્યારેક એમના સારા વર્તન સામે પોતે એમને નુકસાન કરી રહી હોવાનો એક અફસોસ થતો હતો પણ પિતા રણજીતલાલના મોત માટે એ જવાબદાર હોવાથી એમના માટે