સમીર વિચારી રહ્યો હતો કે, આ પ્રેમરોગ જેવો કદાચ જગતમાં બીજો કોઈ રોગ જ નથી..!! પણ આ રોગ મને ક્યાંથી લાગુ પડ્યો અને તરતજ તેની સામે પરી તરવરી ઉઠી અને તે જાણે મનમાં ને મનમાં બબડ્યો કે, "આ પરી છે જ એવી સ્વભાવની શાંત, ડાહી અને બિલકુલ નિર્મળ, દેખાવે ખૂબજ રૂપાળી કોઈને પણ ગમી જાય તેવી... પણ હું તેને મારા હાથમાંથી તો નહીં જ જવા દવું.. તેને મેળવીને જ રહીશ.. તેને મારી બનાવીને જ રહીશ.. અને તેણે એક ઉંડો શ્વાસ લીધો અને પોતાની મોમ પાસે પાણી માંગ્યું અને પાણી પી ને ફરીથી તેણે સોફા ઉપર લંબી તાણી દીધી અને ઈન્સ્ટા