ઋણાનુબંધ.. - 56

(12)
  • 2.5k
  • 2
  • 1.4k

અજય પ્રીતિની સ્પીચ સાંભળીને અવાચક થઈ ગયો હતો. એને જેટલો જુસ્સો હતો સ્તુતિને મળવાનો એ ઓસરી ગયો હતો. અજય ખુદની નજરમાં જ સાવ પડી ભાગ્યો હતો, મહામહેનતે એણે અહીં આવવાની હિમ્મત કરી હતી. પણ આ પ્રીતિની સ્પીચ સાંભળીને પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠો હતો. અજયનું મન ફરી ચકરાવે ચડ્યું હતું. ઘડીક એને થયું કે, જેમ જીવન ચાલે છે એમ જ ચાલવા દવ, તો ઘડીક એને થતું હતું કે, મેં ભૂલ તો કરી જ છે તો માફી મારે માંગવી જ જોઈએ. સ્તુતિ માફ કરે તો સારું છે અને જો માફ ન કરી શકે તો પણ એનો ગુસ્સો વ્યાજબી જ છે. સ્તુતિ ઓગણીશ