પ્રીતિના જીવનમાં સ્તુતિનું મેડીકલમાં એડમિશન લીધા બાદ ખુબ સુંદર બદલાવ આવ્યો હતો. એ એકદમ નિશ્ચિન્ત થઈ ગઈ હતી. હવે એ ખુબ સારું ધ્યાન લેખનની દુનિયામાં આપી શકતી હતી. પરેશભાઈને પણ લેખનનો ખુબ શોખ હતો જ એ જોબ માંથી નિવૃત થયા એટલે એમણે આધ્યાત્મિક લેખનમાં વધુ ઊંડાણ પૂર્વક લખવાનું શરૂ કર્યું હતું. ગીતા ઉપનિષદને પોતાના સરળ શબ્દોમાં લખીને ચોપડી પણ છપાવી હતી. આમ પ્રીતિ એના પપ્પાથી પ્રેરાઈને પણ ખુબ લખવા માટે ઉત્સાહિત રહેતી હતી. પ્રીતિ ઓનલાઇન ઘણી સ્પર્ધામાં પણ ભાગ લેતી અને એની રચનાને ઇનામ પણ મળતું હતું. અમુક સામાહીકમાં એના લેખ અને નવલક્થા આવતા હતા. પ્રીતિને અમુક સંસ્થા તરફથી સ્ટેજ