પ્રેમ - નફરત - ૯૪

(25)
  • 3.1k
  • 3
  • 2.1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯૪ ‘ઠીક છે... પણ પપ્પા, તમે અહીં કોઈ વિશેષ વાત કરવા આવ્યા લાગો છો...’ રચનાએ આરવને જણાવવા બાબતે એમને વધારે છેડવાનું મુનાસિબ માન્યું નહીં પણ એમનો અહીં આવવાનો સાચો હેતુ હજુ જાહેર કર્યો ના હોય એવું રચનાને લાગતું હતું.‘બેટા, અમે તો ખરેખર નસીબદાર છીએ કે તું પુત્રવધૂ બનીને અમારા ઘરે આવી છે. તેં અમારા ઘરને જ નહીં અમારા ધંધાને પણ સંભાળી લીધો છે...’ લખમલભાઇ ગળગળા સાદે બોલતા હતા ત્યારે રચના મનોમન બોલતી હતી:‘લખમલભાઇ, તમારા ધંધાને સંભાળી લીધો નથી... ગબડાવી દીધો છે. તમારા ધંધાનું નામોનિશાન મિટાવી દેવાની છું...’‘મેં તો મારી ફરજ બજાવી છે.’ રચના ઔપચારિકતા